હાલમાં યુદ્ઘની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા મહા રકતદાન કેમ્પ યોજાયો
આજે મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ મોરબી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાસ્તવનાં સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી મોરબી, વાંકાનેર, ટંકારા તેમજ શ્રી બ્લડ બેન્ક મોરબી તથા GMERS મેડીકલ કોલેજ મોરબીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત મોરબી, આયુષ્માન આરોગ્ય મંદિર મહેન્દ્રનગર, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ વાંકાનેર, સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા, ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
આ બ્લડ ડોનેશન કેમ્પને જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબી વિસ્તારના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રાંત અધિકારી વાંકાનેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મોરબી દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લા મુકવામાં આવેલ અને પ્રસંગને અનુરૂપ પોતાનાં હકારાત્મક વિચારો રજુ કરેલ અને લોકોને બહોળી માત્રામાં આ કેમ્પમાં રક્તદાન કરવા માટે અનુરોધ કર્યો હતો.
આ કેમ્પમાં જિલ્લા પંચાયત ખાતે ૨૪ યુનિટ બ્લડ, આયુષ્માન આરોગ્ય મંદિર મહેન્દ્રનગર ખાતે ૫૫ યુનિટ બ્લડ, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ વાંકાનેર ૧૨૫ યુનિટ બ્લડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે ૧૦૪ યુનિટ બ્લડ આમ કુલ બે દિવસ માં ૩૦૮ યુનિટ બ્લડ રકતદાતાઓ દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરતા કલેક્શન કરવામાં આવેલ.