મોરબીના ધરમપુર ગામની સીમમાં મચ્છુ -૦૩ પુલ પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં રવીરાજ ચોકડી થી મોરબી જતા રોડ ઉપર મચ્છુ -૦૩ પુલના ખુણે રોડની સાઈડમાં પાર્ક કરેલ યુવકનું બાઈક કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ગામે ન્યુ એરા સ્કૂલ પાસે બ્લોક નં -૨૦૧, સીટી હાઇટસ એપાર્ટમેન્ટમાં રહેતા સુજ્ઞેશભાઈ ચંદુલાલ પાટડીયા (ઉ.વ.૩૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં રવીરાજ ચોકડી થી મોરબી જતા રોડ ઉપર મચ્છુ -૦૩ પુલના ખુણે રોડની સાઈડમાં પાર્ક કરેલ ફરીયાદનુ હીરો સ્પ્લેન્ડર પ્રો. મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૧૩-એલ.એલ- ૩૫૪૯ જેની કિંમત રૂપિયા ૩૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.