મોરબીમાંથી બે ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી શહેરમાંથી ચોરી થયેલ મોટરસાયકલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી બે ચોરાવ બાઈક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન મોરબી શ્રધ્ધાપાર્ક પાસે અમરેલી રોડ પર એક શંકાસ્પદ ઇસમ બે અલગ અલગ કંપનીના મોટર સાઇકલ સાથે જોવામા આવતા જે બંન્ને મોટર સાઇકલ નંબર પ્લેટ વગરના હોય જે બંન્ને મોટર સાઇકલના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતા હોય જેથ પોલીસે પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમાં બંન્ને બાઈકના એન્જીન ચેચીસ નંઅર સર્ચ કરી જોતા નં.(૧) હિરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાઇકલ સુજ્ઞેશ ચંદુલાલ પાટડીયા રહે, રાધેશ્યામ શેરી નાની બજાર મોરબીવાળાના નામનુ બતાવતુ હોય તેમજ (૨) સુઝુકી કંપનીનુ એકસીસ મોપેડ સુનીતા છગનનાથ બીંડ રહે, ૧૭ અટલજીનગર પાંચાપીર પાસે કતારગામ સુરત વાળાનું નામનું બતાવતુ હોય જેથી હાજર ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા નં.(૧) મો.સા. જુના આર.ટી.ઓ. કચેરી રાજકોટ કંડલા બાયપાસ મોરબી ખાતેથી ચોરી કરેલ હોવાનુ જણાવેલ હોય જેથી મોટરસાયકલો કબ્જે કરી મોટર સાયકલ સાથે મળી આવેલ ઇસમ અલ્લાઉદીન સમસીરભાઇ સંધવાણી (ઉ.વ.૨૭) રહે. જોસનગર શેરી નં.૧૦ મોરબી મુળ રહે. માલાણી શેરી માળીયા(મી) ગામવાળા વિરૂદ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.