હળવદના ખોડ ગામે પાણી ભરવા બાબતે યુવકને ચાર શખ્સોએ માર માર્યો
હળવદ તાલુકાના ખોડ ગામે યુવકના ભાઈએ પોતાના ઘરે આરોપીની પત્નીને પાણી ભરવાની ના પાડેલ જે બાબતનો ખાર રાખી ચાર શખ્સોએ યુવકને લાકડી વડે મારમારી મારી નાખવાની ધમકી આપી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા અને પશુપાલનનો ધંધો કરતા રાજેશભાઈ કરશનભાઈ મારૂ (ઉ.વ.૨૪) એ આરોપી ભુરાભાઇ માંડણભાઇ રબારી, ભરતભાઇ માંડણભાઇ રબારી, સગરામભાઇ માંડણભાઇ રબારી, ધારાભાઇ માંડણભાઇ રબારી રહે. બધા-ખોડ ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાઈ ભરતભાઈએ પોતાના ઘરે આરોપી ધારાભાઈ માંડણભાઈ રબારીની પત્નીને પાણી ભરવાની ના પાડેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓ લાકડી લઈને આવી ફરીયાદીને લાકડી વડે ઈજા પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.