મોરબી શહેરમાં નવરંગ નેચરલ કલબ દ્વારા તા. ૧૪-૦૫-૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૦૮ થી ૦૧ કલાક દરમ્યાન મોરબી-૨ રામકૃષ્ણ જનકલ્યાણ રીલીફ સોસાયટી બાપા સીતારામ ચોક પોસ્ટ ઓફિસ સામે સદગુરૂ પાન સેન્ટર ખાતે રાહતભાવે વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
જેમાં ફુલ છોડના કલમી રોપા 26 પ્રકારના ગુલાબ મોગરો ચંપો કેવડો ગલગોટા દરેક જાતના દેશી ઓસડીયા હાથેથી ખાંડેલા પાવડર ચુર્ણ સુધ્ધ ચોખ્ખું મધ એલોવેરા લીમડાના અરીઠા શિકાકાઈ સાબુ ધુપ અગરબત્તી ગુગળ કપુર હવન સામગ્રી દેશી ખાંડ ગોળ, હાથેથી બનાવેલ તાવડી પાટીયા, કુંડા, કપ, રકાબી બરણી, ગ્લાસ, હેન્ડીગ્રાફ માટીના ગોરા, માટલા મ, જાનકી ઓઈલ મીલ હરીપર મનુ કાળા સફેદ તલ નું તેલ મગફળીનું તેલ એક વર્ષ ની ગેરેન્ટી તલાલા ગીરની ઓર્ગેનિક કાર્બન વગર પકવેલી કેરી મુલતાની માટી મુલાયમ ઠંન્ડી વગેરે મળશે. વધુ માહિતી માટે રામભાઈ આહીર 98251 09184 તથા લાલુભા એમ ઝાલા 9879253410 સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે તેમજ આ સંસ્થા દર મહિનાના બીજા બુધવારે ખેડુત હાટ ભરે છે કાપડની થેલી લઈને આવવું.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...