Wednesday, May 14, 2025

મોરબીમાં લકી ડ્રો ના નામ યુવક સાથે એક શખ્સે 17944 રૂપીયાની છેતરપીંડી કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેરમાં રહેતા યુવકની ફેસબુક આઈડીમા શ્રી યદુનંદન ગૌ સેવા સમિતિના નામે લક્કી ડ્રો ના નામે જાહેરાત આવતા ટીકીટ લેતા તેમને ઈનામી ડ્રોમા હીરો હોન્ડા લાગેલ છે તેમ કહી યુવક પાસેથી આરોપીએ ૧૭૯૪૪ રૂપીયા પડાવી ઈનામ નહી આપી છેતરપીંડી કરી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના ટીંબડી પાટીયા પાસે અશોક લેલન વર્ક શોપની ઓફિસમાં રહેતા ઝલકભાઈ પરસોત્તમભાઈ રાખોલીયા (ઉ.વ.૨૬) એ આરોપી (૧) મો.નં-૯૬૭૨૪ ૬૧૯૩૬ નંબરના ધારક તથા (૨) યુ.પી.આઇ. આઇ.ડી ૯૦૭૯૪૧૯૪૬૬ -૩.wallet@phonepe ના ધારક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ફેસબુક આઇ.ડી. Zalak Rakholiya મા શ્રી યદુનંદન ગૌ સેવા સમીતીના નામે લક્કી ઇનામી ડ્રો ના નામની જાહેરાત આવતા મો.નં-૯૬૭૨૪ ૬૧૯૩૬ ઉપર સંપર્ક કરતા ફરી શ્રી એ ઇનામી ડ્રો મા ટીકીટ લેતા સદરહુ મો.ન વાળાએ તમોને ઇનામી ડ્રો મા હીરો હોન્ડા સ્પ્લેન્ડર ઇનામ મા લાગેલ છે તેમ કહી ફરીયાદી પાસે થી અલગ અલગ વીમાના તથા જી.એસ.ટી ના પૈસા ભરવા પડશે તેવુ કહી કુલ રૂપીયા ૧૭૯૪૪/- લક્કી ડ્રો ના નામે ઇનામી લાગેલ નુ કહી ઇનામ નહી આપી.તેમજ ફરીયાદી શ્રી યદુનંદન ગૌશાળા મા સપર્ક કરતા આવી કોઇ ઇનામી ડ્રો ચાલતી નહી હોવાનુ જણાવતા ફર ને ઇનામી ડ્રો ની લાલચ આપી છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર