મોરબીના રવાપર ઘુનડા રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઝડપાયો
મોરબીના રવાપર ઘુનડા રોડ પર ઉજવલ ફાર્મ પાસે જય દ્વારકાધીશ હાઇટસ સામે રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રવાપર ઘુનડા રોડ પર ઉજવલ ફાર્મ પાસે જય દ્વારકાધીશ હાઇટસ સામે રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં. રૂ. ૫૮૭૪ ના મુદ્દામાલ સાથે આરોપી રામારામ જોગારામ ખેરાજરામ (ઉ.વ.૨૫) રહે. મોરબી રવાપર ઘુનડા રોડ ન્યુ એરા સ્કૂલ પાસે જય દ્વારકાધીશ હાઇટસ પાસે મુળ રહે. રાજસ્થાનવાળો મળી આવતા આરોપીની અટક કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.