હળવદમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું
હળવદ શહેરમાં આવેલ વડનગર સોસાયટીમાં આરોપી હકાભાઈ કરમણભાઈ રબારી ના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ શહેરમાં આવેલ વડનગર સોસાયટીમાં આરોપી હકાભાઈ કરમણભાઈ રબારી બહારી માણસો બોલાવી પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમાડે છે તેવી બાતમી મળતા પોલીસે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો પ્રવિણભાઇ ઉર્ફે પીટર લીંબાભાઇ કરોતરા (ઉવ.૪૨) રહે. હળવદ જુના પોલીસ સ્ટેશન સામે, સુરેશભાઇ સીધાભાઇ ભદ્રેસીયા (ઉવ.૩૬) રહે. હળવદ પંચમુખી ઢોરો, જયંતિભાઇ મજીભાઇ ચાવડા (ઉવ.૨૮) રહે. હળવદ કૃષ્ણનગર સોસાયટી, ચેતનભાઇ પ્રેમજીભાઇ કરોતરા (ઉવ.૨૬) રહે. હળવદ જુના પોલીસ સ્ટેશન સામે, ભરતભાઇ રાઘવજીભાઇ કારોલીયા પટેલ (ઉવ.૪૯) રહે. હળવદ આનંદપાર્ક, અશ્વિનભાઇ રમેશભાઇ નિમ્બાર્ક (ઉવ.૭૧) રહે. ગ્રીનપાર્ક સોસાયટી હળવદવાળાને રોકડ રકમ રૂ.૭૮,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે જ્યારે આરોપી હકાભાઈ કરમણભાઈ રબારી રહે. વડનગર સોસાયટી હળવદવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.