કચ્છ જિલ્લાના રાપર તાલુકાના રહેવાસી ૩૦ વર્ષના દર્દી છે જે ખેતરમાં પડી ગયા હતા અને જેના લીધે પગ ધ્રુજવા, હાથ ધ્રુજવા, હાથમાં ખાલી ચડવી, ગરદન હમાં દુઃખાવો વગેરે જેવી સમસ્યા થઇ હતી. ત્યાં હોસ્પિટલમાં બતાવેલ પણ રાહત ન થતા.
આયુષ હોસ્પિટલ મોરબી ખાતે આવેલ જ્યાં, તેમના રિપોર્ટ કરતા જાણવા મળ્યું કે ગરદનના 5 માં અને 6 ઠા મણકાની ગાદી ખસી જતા તકલીફ થઇ હતી. ન્યૂરોસર્જન ડૉ પ્રતિક પટેલ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું. દર્દીને હાલમાં દુખાવામાં રાહત છે અને દર્દી હોસ્પિટલના તમામ સ્ટાફ અને ડોકટરોનો આભાર વ્યકત કર્યો.
