Saturday, May 17, 2025

મોરબી જિલ્લામાં હાઈવે પર રોંગ સાઇડ ચાલતા ભારે વાહન વિરુદ્ધ કડક કાર્યવાહી કરતી પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા સારૂ વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવા આવેલ જેથી મોરબી જીલ્લામાં તા.૧૪ મેં થી તા.૧૬ મેં સુધી “હાઇવે ઉપર રોંગ સાઇડ ચાલતા ભારે વાહન ચેકિંગ ડ્રાઇવ” રાખેલ અને આ ડ્રાઇવ દરમ્યાન મોરબી જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોંગ સાઇડ ચાલતા વાહનો તથા વાહનમાં માલ-|સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તથા નંબર પ્લેટ વગરના વાહનો વિરૂધ્ધ કડક કાર્યવાહી તેમજ ટ્રાફિક ભંગ કરતા વાહનોના તેવા વાહનો ચાલકો સામે કડક કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને આ ડ્રાઇવ દરમ્યાન સઘન વાહન ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ મોરબી જીલ્લા પોલીસ દ્રારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

આ વાહન ચેકિંગ ડ્રાઇવમાં કુલ-૮૦૨ વાહનો ચેક કરવામાં આવેલ, હાઇવે ઉપર ભારે વાહનો રોંગ સાઇડમાં ચાલતા વાહનો ચાલકો સામે કુલ કેશ-૧૮ કરી જેનો કુલ રૂ-૫૭૦૦૦/- દંડ વસુલ કરેલ , નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે કુલ કેશ-૧૫ કેશો કરવામાં આવેલ, વાહનમાં માલ-સામાન ભરેલ હોય અને તાલપત્રી લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે કુલ કેશ-૨૧ કેશો કરવામાં આવેલ, રોંગ સાઇડ/વધુ ગતીથી ચલાવતા વાહનો વિરૂધ્ધ BNS કલમ-૨૮૧ મુજબ કુલ-૨૦ ગુના રજીસ્ટર કરાયા, અડચણ રૂપ પાર્ક કરેલ વાહનો વિરૂધ્ધ BNS કલમ-૨૮૫ મુજબ કુલ-૩૩ ગુના રજીસ્ટર કરાયા, વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન ભારે વાહનો વિરૂધ્ધ એમ.વી.એકટ ૨૦૭ મુજબના ૧૬ વાહન ડીટેઇન કરવામાં આવેલ અને આગામી સમયમાં પણ ઉપરોકત ટ્રાફિક નિયમોનોનુ પાલન કરાવવા માટે તેમજ મોરબી જીલ્લાના લોકોની સલામતી અને જીલ્લામાં શાંતીનો માહોલ જળવાઈ રહે તેમજ મોરબી જીલ્લામાં ટ્રાફિક વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા તેમજ મોરબી શહેરમાં ભારે વાહનો, વન-વે રોડ, એક-બેકી પાર્કિંગ વ્યવસ્થા તેમજ સમયાંતરે પ્રસિધ્ધ કરવામાં આવતા જાહેરનામાઓનુ લોકો પાલન કરે તેની અપીલ કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર