હળવદમા એસયોર્ડ એપ્લિકેશનમાં શ્રમિકોની માહિતી ન ભરતા ત્રણ શખ્સો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી
હળવદ તાલુકામાં શ્રમીકોની માહિતી પોલીસને ન આપનાર ખેડૂત, ગોડાઉન માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
મળતી માહિતી મુજબ હળવદ ઇંગોરાળા રોડ પર આવેલ ખેતરમાં ખેતમજૂર રાખી શ્રમીકની મહિતી MORBI ASSURED એપ્સ.માં રજીસ્ટ્રેશન નહી પોલીસને માહીતી ન આપી હતી જેથી આરોપી ખેતર માલિક મનસુખભાઇ બાવલભાઈ માકાસણા (ઉ.વ.૬૫) રહે. વિશ્વાસ સોસાયટી સરા રોડ કેનાલ પાસે હળવદવાળા વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધાયેલ છે.
હળવદના ઇશ્વરનગર ગામની સીમમાં પોતાની નીચે કામ કરતા ખેત મજૂરની માહિતી MORBI ASSURED એપ્સ.માં અપલોડ કરવામાં આવેલ નથી. જેથી આરોપી સાગરભાઈ કાળુભાઈ વડગાસીયા (ઉ.વ.૨૯) રહે. મેરૂપર તા. હળવદવાળા વિરુદ્ધ જાહેરનામા ભંગ મુજબ ગુન્હો નોંધાયેલ છે.
હળવદમાં ક્રિષ્ના હોટલ પાસે નવા બંધાતા ગોડાઉનમાં પોતાની નીચે કામ કરતા મજુરના આઇડી પ્રૂફ મેળવેલ ન હોય તેમજ morbi assured એપ્સમા રજીસ્ટ્રેશન કરેલ ન હોય અને પોલીસ ને માહિતી ન આપી હોવાથી આરોપી વિનોદકુમાર બબઉરામ સોનકર (ઉ.વ.૪૧) રહે. હળવદ માળિયા હાઈવે રોડ ક્રિષ્ના હોટલ પાછળ બંધાતા નવા ગોડાઉનમાં તા. હળવદ મૂળ રહે ઉતરપ્રદેશવાળા વિરુદ્ધ જાહેરનામા ભંગ મુજબ ગુન્હો નોંધાયેલ છે.