મોરબી શહેરમાં ત્રાજપર ચોકડી પાસેથી ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી શહેર ત્રાજપર ચોકડી પાસેથી એક ઇસમને ગોંડલ સીટી વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીના મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/-ના મુદામાલ સાથે એક ઈસમને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને મળેલ બાતમીના આધારે એક ઇસમને મોરબી ત્રાજપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રીજના વાંકાનેર તરફ જતા રસ્તે સર્વીસ રોડ ઉપરથી એક શંકાસ્પદ મોટરસાયકલ સાથે પકડેલ જે મળી આવેલ મોટરસાયકલના મુળ માલીક બાબતે પોકેટ કોપ એપ્લીકેશન તથા મોબાઇલ એપ્લીકેશન મારફતે સર્ચ કરતા રજીસ્ટર નં. GJ-03-JB-9463 ના હોય જેના માલીક તરીકે જયેશભાઇ સામતભાઇ ગુજરાતી રહે. મોટાઉમવડા તા.ગોંડલ જી. રાજકોટવાળાનુ જણાયેલ જેથી આરોપી પાસે મોટર સાયકલ ના આધાર, પુરાવા તથા કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા હોય તેમજ આ બાઈક બાબતે રેકર્ડ આધારીત ખરાઈ કરતા ગોડલ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય જેથી આ બાબતે આગળની કાર્યવાહિ કરવા આરોપી અજયભાઇ સુરાભાઇ વાધેલા (ઉ.વ.૨૯) રહે. હાલ કુડલા તા.ચુડા. જી. સુરેન્દ્રનગર મુળ રહે.ગઢડા તા. બોટાદવાળાને હિરો સ્પેલન્ડર પ્લસ GJ-03-JB- 9463 મોટર સાયકલ કિ.રૂ.૨૦,૦૦૦/ ના મુદામાલ સાથે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.