ટંકારામાં સાસરીયા પક્ષના ત્રાસથી કંટાળી પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત
ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી પરિણીતાને સાસરિયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષથી કંટાળી પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃતકના પિતાએ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ઉંટડી ગામે રહેતા વિનોદભાઈ નાનજીભાઈ પરમાર (ઉ.વ.૬૨) એ આરોપી શુભમ હિરાલાલ પનારા તથા (૨)હિરાલાલ કરશનભાઈ પનારા તથા (૩)રિનલબેન હિરાલાલ પનારા રહે.તમામ ટંકારા લક્ષ્મિનારાયણ સોસાયટી – ૦૫ તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીની દિકરી કિંજલના લગ્ન બાદ તેમના જમાઈ શુભમને વિદેશમા ભણવા જવા માટે રુપીયા પાંચ લાખની જરુર હોય અને તે રુપીયા ફરીયાદીની દિકરી પાસે માંગતા ફરીયાદીની આર્થિક સ્થિતી નબળી હોવાથી ફરીયાદી નહી આપતા ફરીયાદીના જમાઈ શુભમ તથા તેના માતા-પીતાને સારુ નહી લાગતા જેથી આ બાબતે ફરીયાદીની દિકરી કિંજલને કરીયાવર બાબતે તેમજ રુપીયા બાબતે અવાર-નવાર મેણા-ટોણા મારી માનશીક દુખત્રાસ આપતા જે ફરીયાદીની દિકરી કિંજલથી સહન નહી થતા તેમજ તેને મરવા પર મજબુર કરતા ફરીયાદીની દિકરી કિંજલે પોતાની જાતે ગળા ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જેથી મૃતકના પિતાએ આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.