હળવદમાં એસયોર્ડ એપ્લિકેશનમા શ્રમિકોની માહિતી ન ભરતા વધુ એક શખ્સ સામે પોલીસે કાર્યવાહી કરી
હળવદ તાલુકામાં શ્રમીકોની માહિતી પોલીસને ન આપનાર એગરી ઇન્ડસ્ટ્રીઝના માલિક સામે જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ હળવદ યુનીવર્સલ ટાઉનશીપમા આવેલ બાલાજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝમા પોતાની નીચે કામ કરતા મજુર ના આઇ.ડી.પ્રુફ મેળવેલ ન હોઇ તેમજ MORBI ASSURED એપ્સ.માં રજીસ્ટ્રેશન કરેલ ન હોઇ જેથી આરોપી મહેશભાઇ ઇસ્વરભાઇ સંઘાણી (ઉ.વ-૩૭) રહે-હળવદ ચંન્દ્રપાર્ક સોસાયટી તા-હળવદવાળા વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.