Monday, July 14, 2025

સરાહનીય કામગીરી; મોરબીના મહારાણા સર્કલ પાસેથી કેબલ ચોરી કરનારા બે ઈસમોને ઝડપી પાડતી બી ડિવિઝન પોલીસ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના સામાકાંઠ વિસ્તારમાં આવેલ મહારાણા સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે વાયર (કેબલ) ચોરી કરનાર બે ઇસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી મોરબીમાં થયેલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નવી ચોરી કરે તે પહેલાં પકડી પાડેલ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સબ ઇન્સ્પેકટર એન.એ. વસાવા ના સુપરવિઝન હેઠળ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે “મોરબી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહારાણા સર્કલ પાસે નવા બંધાતા બ્રીજ નીચે એન.એફ.એસ. ઓ.એફ.સી કેબલ ૨૦૦ મીટર તથા જોઇન્ટ ક્લોઝર ચોરી થયેલ જે ચોરી કરનાર ઇસમઅન્ય ચોરી કરવાના ઇરાદે રેકી કરવા આવનાર છે અને તે વાવડી ગામથી વાવડી રોડ રેલ્વે સ્ટેશન થઇ નટરાજ ફાટક થઇ મોરબી – ૨ માં આવનાર છે ” એવી રીતેની બાતમી મળેલ જેથી અત્રેનો સર્વેલન્સ સ્ટાફ મહારાણા સર્કલ પાસે વોચ તપાસમા રહેતા મહારાણા સર્કલ પાસેથી આરોપી દિનેશ નંદુભાઇ માવી (ઉ.વ.૨૦) રહે. હાલ ભુમી ટાવર સામે ઝુપડામા વાવડી ગામ તા.જી.મોરબી મૂળ રહે,ગામ નાના કોટડા પો.સ્ટ.કોતવાલી તા.જી.જામવા મધ્યપ્રદેશવાળાને પકડી પાડેલ છે તેમજ તેને જે ચોરીના મુદ્દામાલ આપેલ ઇસમ રજાકભાઇ લતીફભાઇ કચ્છી (ઉ.વ.૬૨) રહે. કુબેરનાથ રોડ મેમણ શેરી મોરબીવાળાને પણ પકડેલ હોય તેઓ બંન્નેના વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે અને એન.એફ.એસ.ઓ.એફ.સી વાયર (કેબલ) ૨૦૦ મીટર તથા જોઇન્ટ ક્લોઝરનુ વેચાણ કરેલના કુલ રોકડ રૂપીયા ૧૬,૦૦૦/- કબ્જે કરેલ છે. આમ, મોરબીમાં થયેલ એક ચોરીના ગુનો ભેદ ઉકેલી નવી ચોરીઓને અંજામ આપે તે પહેલા આરોપીને પકડી પાડેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર