સુરવદર ગામે પ્રેમ પ્રકરણમા હત્યા કરનાર ત્રણ આરોપીઓને ઝડપી પાડતી હળવદ પોલીસ
હળવદ તાલુકાના સુરવદર ગામે પ્રેમ પ્રકરણમા આધેડની છરી ના ઘા ઝીંકી હત્યા કરનાર ત્રણ આરોપીઓને હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદના સુરવદર ગામે ફરીયાદીનો ભાઈ પ્રેમ પ્રકરણમા આરોપીની બહેનને ભગાડી ગયો હોય જેથી આ બાબતનું આરોપીઓએ મનદુ:ખ રાખી ફરીયાદી કિરણભાઇ કરશનભાઈ ધામેચા પોતાના ઘરે સુતા હોય તે વખતે આરોપીઓ છરી તથા ધોકા જેવા જીવલેણ હથીયાર ધારણ કરી, ફરીયાદીના ઘરમાં ગેરકાયદેસર ગૃહ અપપ્રવેશ કરી ફરીયાદીનું અપહરણ કરી ગાડીમાં બેસાડી આરોપીઓ ફરીયાદીનું ગળુ દબાવતા હતા તે વખતે ચંદુભાઇ રાઘવજીભાઇ ધામેચા તેને છોડવવા જતા આરોપી વિશાલભાઇએ મરણજનાર ચંદુભાઇને છાતીની જમણી બાજુ છરીનો ઘા મારી મોત નિપજાવેલ તે દરમ્યાન ચંદુભાઈ નો દીકરો જયેશ તેમને છોડાવવા જતા આરોપી વિશાલે તેને પણ માથાના ભાગે છરીનો ઘા મારેલ અને આ ઝઘડા દરમ્યાન ચંદુભાઈ ની દીકરી સંજના તથા જયસુખ આવતા આરોપીઓએ ધોકા વડે મુઢ માર મારેલ હોય જે બાબતેની કિરણભાઇ કરશનભાઇ ધામેચા (ઉ.વ.૨૩) રહે.સુરવદર તા.હળવદ જી.મોરબી વાળાએ તમાંમ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ આપતા ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ પો.ઈન્સ. આર.ટી.વ્યાસ હળવદ પો.સ્ટે.નાઓએ સંભાળેલ હોય
જેથી આ હત્યા ગુન્હામાં સંડોવાયેલ ન ત્રણ આરોપીઓ વિશાલભાઇ રમેશભાઇ નંદેસરીયા (ઉ.વ.૨૫), શામજીભાઇ રણછોડભાઇ નંદેસરીયા (ઉ.વ.૩૨), સાગરભાઈ રણછોડભાઇ નંદેસરીયા (ઉ.વ.૨૯) રહે.તમામ રાયધ્રા તા.હળવદ વાળાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.