ટંકારામાં યુવકનું મકાન પચાવી પાડનાર પાંચ શખ્સો વિરુદ્ધ ફરીયાદ દાખલ
ટંકારામાં આવેલ યુવકના મકાન પર ગેરકાયદેસર કબજો કરી મકાન પચાવી પાડનાર પાંચ ઇસમો વિરુદ્ધ યુવકે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા રંગપર ગામે રહેતા અને વેપાર કરતા અંતિમસિંહ બનેસંગ જાડેજા (ઉ.વ.૩૯) એ આરોપી અમીનશા અલીશા સરવદી, આસીફ અલીશા સરવદી, અલ્તાફ અલીશા સરવદી, અબ્દુલ અકબરશા સરવદી તથા અલીશા અકબરશા સરવદી, રહે. બધા- ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદીના ટંકારા ગામે સર્વે નં.૧૫૨૬ A ની ચો.મી.૩૧૮૨.૨૭ મા આવેલ મકાનમા એક-બિજાને મદદગારી કરી ગેરકાયદેસર રીતે કબજો કરી મકાન પચાવી પાડી લીધુ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩),૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.