Thursday, May 22, 2025

મોરબીના દલવાડી સર્કલ પાસે ક્રેટા કારમાંથી વિદેશી દારૂની 432 બોટલો સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી દલવાડી સર્કલ પાસે આવેલ અમી પેલેસ સામે રોડ ઉપરથી ક્રેટા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૪૩૨ કિ.રૂ.૨,૯૪,૯૪૮/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૧૨,૯૯, ૯૪૮/-ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, એક સફેદ કલરની ક્રેટા કાર રજી.નં. GJ-12-DA- 8716 વાળીમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી એક ઇસમ રવિરાજ ચોકડી બાજુથી નિકળી રાજકોટ તરફ જનાર છે તેવી ચોકકસ બાતમી મળેલ હોય જે બાતમીના આધારે બાતમીવાળી ફોર વ્હીલ કારની વોચમાં કંડલા બાયપાસ રોડ દલવાડી સર્કલ પાસે આવેલ અમી પેલેસ એપાર્ટમેન્ટની સામે રોડ ઉપર વોચમાં હતા તે દરમિયાન કારમાંથી વિદેશી દારૂની બોટલો નંગ – ૪૩૨ કી.રૂ. ૨,૯૪,૯૪૮/-નો મુદામાલ તથા ક્રેટા કાર કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ.૫,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૧૨,૯૯,૯૪૮/- ના મુદામાલ સાથે એક આરોપી રામારામ મેઘારામ તરડ (ઉ.વ.૨૪) રહે. ડુંગરી ગામ તા. સાંચોર જી.જાલોર રાજસ્થાનવાળા ને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ ટીંકુભાઇ રહે. ગાંધીધામવાળાનુ નામ ખુલતા તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર