મોરબી તાલુકાના નવી પીપળી નજીક સિપોન સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું.
મળતી માહિતી મુજબ રાજુભાઇ જગન્નાથ યાદવ (ઉ.વ.૨૦) રહે. જુની પીપળી સિપોન સીરામીક, લેબર ક્વાર્ટર, તા.જિ.મોરબી વાળો કોઈ અગમ્ય કારણોસર પોતાના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
