ચોરાવ CNG રીક્ષા સાથે આરોપીને ઝડપી પાડતી મોરબી સિટી એ ડીવીઝન પોલીસ
સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાથી થયેલ સી.એન.જી રીક્ષા ચોરીના આરોપીને વિશી ફાટક નજીક રીક્ષા સાથે મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે એક નંબર પ્લેટવગરની શંકાસ્પદ સી.એન.જી રીક્ષા વીશીપરા તરફથી વીશફાટક તરફ આવતી હોય જેથી વોચમા હોય દરમ્યાન નંબર પ્લેટ વગરની સી.એન.જી રીક્ષા સાથે રજાકભાઇ રમજાનભાઇ મોવર (ઉ.વ.૨૬) રહે.મોરબી વીશીપરા માતમચોક પાસે સલીમભાઇના મકાનમા ભાડે મુળ રહે.વાગડીયા ઝાપા પાસે માળીયા (મી)વાળો આરોપી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે સી.એન.જી રીક્ષા ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા આ રીક્ષા સાણંદ પોલીસ સ્ટેશનમાં (અમદાવાદ જીલ્લો ) ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને બી.એન.એસ.એસ કલમ.૧૦૬ મુજબ કબ્જે કરી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.