Saturday, May 24, 2025

મોરબીની બિલિયા શાળાએ ગુણોત્સવમાં સતત ત્રીજી વખત A++ ગ્રેડ પ્રાપ્ત કર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીની બિલિયા પ્રાથમિક શાળા એ એવી એક શાળા છે જ્યાં વિદ્યાર્થીઓનું હોલેસ્ટિક ડેવલપમેન્ટ થાય, વિદ્યાર્થીનીઓનું ઉત્તમ ઘડતર, ભણતર, ગણતર અને ચારિત્ર્યનું ચણતર થાય એ માટે વર્ષ દરમ્યાન શિક્ષણની સાથે સાથે શાળામાં અનેકવિધ સહ અભ્યાસીક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

જેમ કે ગણિત વિજ્ઞાન પ્રદર્શન, વોકેશનલ, ટ્વીનિંગ પ્રોગ્રામ, એક ભારત શ્રેષ્ઠ ભારત,સાયન્સ સર્કલ,મેથ સર્કલ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે,સાથે સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા કોમન એંટર્સ ટેસ્ટ,જ્ઞાનસેતુ,જ્ઞાન સાધના, શિષ્યવૃત્તિ પરીક્ષા,ચિત્ર પરીક્ષા, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા તેમજ NMMS નૅશનલ મિન્સ મેરેટી સ્કોલરશીપ એકઝામ વગેરે પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ હોંશભેર ભાગ લે છે.

આવી અનેકવિધ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિના કારણે *સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓનું ગુણોત્સવના માધ્યમથી મૂલ્યાંકન કરવામાં આવે છે,શાળાની વર્ષભરની વિવિધ પ્રવૃતિઓ, અધ્યયન અધ્યાપન, શાળા વ્યવસ્થાપન, સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સંશાધન અને તેનો ઉપયોગ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એકમ કસોટી,સત્રાંત વાર્ષિક પરીક્ષા શાળા સંચાલન, વિદ્યાર્થીઓની હાજરી, મધ્યાહ્નન ભોજન, સ્વચ્છતા, આપત્તિ વ્યવસ્થાપન, તહેવારોની ઉજવણી, પુસ્તકાલયનો ઉપયોગ વગેરે બાબતોને આમેજ કરી 1000 એક હજાર માર્કના આધારે મૂક્યાંકન કરવામાં આવે છે.

જેમાં બિલિયા પ્રાથમિક શાળાએ સતત ત્રીજી વખત A++ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે, શાળાને સુંદર સિદ્ધિ અપાવવા બદલ તમામ વિદ્યાર્થીઓઓ તેમજ ધોરણ બાલવાટિકા થી ધોરણ આઠમા ખુબજ મહેનત કરાવનાર તમામ શિક્ષકોને શાળાની ઝળળતી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ પ્રિન્સિપાલ કિરણભાઈ કાચરોલાએ ધન્યવાદ પાઠવેલ છે,

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર