માળીયાના જાજાસર ગામ પાસે બોલેરો ગાડીમાંથી 1000 લી. શંકાસ્પદ પેટ્રોલીયમ પ્રોડક્ટના જથ્થા સાથે એક ઝડપાયો
માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામની સીમમા આવેલ આરબ સોલ્ટ નામના મીઠા ના કારખાના પાસેથી બોલેરો ગાડીમા શંકાસ્પદ પેટ્રોલીંયમ પ્રોડકટ તથા સંગ્રહ નો પરદાફાસ કરી રૂ. ૧૪, ૧૫,૦૦૦ /- ના મુદામાલ સાથે એક ઇસમને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનનો પોલીસ સર્વેલન્સ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, જાજાસર ગામની સીમમા આવેલ આરબ સોલ્ટ પાસે એક બોલેરો ગાડીમા શંકાસ્પદ પેટ્રોલીંયમ પ્રોડકટ ભરીને વેચાણ અર્થે જતો હોય તેવી બાતમી મળતા શંકાસ્પદ બોલેરો ગાડી રોકી ચેક કરતા બોલેરો ચાલક પાસે આ ગાડીમા ભરેલ પેટ્રોલીંયમ પ્રોડકટ વિશે લાયસન્સ કે પરમીટ માંગતા તેની પાસે ના હોય તથા વધુ યુક્તી પ્રયુક્તી થી વધુ પુછપરછ કરતા પોતે બોલેરો ગાડીમા ભરેલ જથ્થો આરબ સોલ્ટનામના મીઠાના કારખાના પાસે લોખંડના બે ટાંકામા સંગ્રહ કરેલ હોય આમ તે જગ્યા એ તપાસ કરતા બોલેરો ગાડીમાં ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભળતા પેટ્રોલીંયમ પ્રોડકટનો જથ્થો આશરે ૧૦૦૦ લીટર જેની કી રૂ. ૭૦,૦૦૦/-તથા બોલેરો ગાડીની કી રૂ ૨,૦૦,૦૦૦/- તથા બે લોખંડના ટાંકામાં આશરે ૧૩૫૦૦ લીટર પેટ્રોલીયમ પ્રોડકટનો જથ્થો જેની કી રૂ. ૯,૪૫,૦૦૦/-તથા બન્ને લોખંડના ટાંકાની કિ રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ રુ ૧૪,૧૫,૦૦૦/- નો મુદામાલ સાથે આરોપી અશોકકુમાર છોટુરામ ચૌધરી (ઉ.વ. ૩૯) રહે, હાલ આરબ સોલ્ટ જાજાસર ગામનીસીમ, તા. માળીયા મિયાણા મુળ રહે. રાજસ્થાનવાળાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા આગળ તપાસ હાથ ધરી છે.
