મોરબીના વાવડી રોડ પર જાહેરમાં જુગાર રમતા છ મહિલા સહિત દશ ઝડપાયા
મોરબી શહેરમાં આવેલ વાવડી રોડ પર ક્રિષ્ના પાર્ક શેરી નં -૦૨ માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ મહિલા સહિત દશ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી શહેરમાં આવેલ વાવડી રોડ પર ક્રિષ્ના પાર્ક શેરી નં -૦૨ માં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ મહિલા સહિત દશ ઈસમો રજાકભાઇ ગુલામભાઇ ચાનીયા (ઉ.વ.૪૫) રહે.મોરબી વાવડીરોડ રવીપાર્ક-૨, સોનલબેન કાંતીલાલ નાથાલાલ સોમૈયા (ઉ.વ.૪૫) રહે. મોરબી સામાકાંઠે ગુજરાત હાઉસીંગ બોર્ડ રામેશ્વર મંદીર પાસે બ્લોકનં.૧૩૭, સમાબેન સફીભાઇ તારમાદમભાઇ જીંદાણી (ઉ.વ.૪૨) રહે. મોરબી મોરબી વાવડી રોડ ક્રિષ્ના પાર્ક શેરીનં.૪ ભાડાના મકાનમા, ઇકબાલભાઇ ગફારભાઇ હડફા (ઉ.વ.૫૧) રહે. પડઘરી ગીતાનગર જી.રાજકોટ, રાજેશભાઇ સરજુદાસ નિમ્બાર્ક (ઉ.વ.૪૩) રહે.મોરબી વાવડીરોડ ગાયત્રીછનગર ક્રિષ્ના પાર્ક-૨, મીનાબેન કાનજીભાઇ ભીમાભાઇ ખટાણા (ઉ.વ.૩૮) રહે.મોરબી વાવડીરોડ શ્રીહરી સોસાયટીમા, શબાનાબેન ઇકબાલભાઇ ગફારભાઇ હડફા (ઉ.વ.૪૧) રહે. પડઘરી ગીતાનગર ૧૮૮(એ) જી.રાજકોટ , જયેશભાઇ જેન્તીલાલ બસીયા (ઉ.વ.૩૭) રહે.નાનીવાવડી ગામ શીવગંગા સોસાયટીમા ભાડેથી મુળ રહે.તારાણા મોરાણા જી.જામનગર, કલ્પનાબેન અંબારામભાઇ ઠાકરશીભાઇ ગોપાણી (ઉ.વ.૫૫) રહે.મોરબી નાનીવાવડી શ્રી હરી સોસાયટી, પારૂબેન લલીતભાઇ ખાનદાસભાઇ સોલંકી (ઉ.વ.૩૮) રહે.પડઘરી ગીતાનગર પ્રાથમીક શાળાની બાજુમા જી.રાજકોટ વાળાને રોકડ રકમ રૂ.૨૮૧૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
