ખોવાયેલ 11 મોબાઇલ શોધી કાઢી અરજદારોને પરત કરતી વાંકાનેર સીટી પોલીસ
વાંકાનેર: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી આશરે ૨,૬૦,૦૦૦/- ની કિમતના કુલ-૧૧ જેટલા ખોવાયેલ મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને વાંકાનેર સીટી પોલીસ દ્વારા પરત કરવામાં આવ્યા છે.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ એ “CEIR પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેક્નીકલ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફે જહેમત ઉઠાવી કુલ-૧૧ જેટલા આશરે ૨,૬૦,૦૦૦/- ની કિંમતના મોબાઇલો શોધી કાઢી એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે. એ સુત્ર વાંકાનેર સીટી પોલીસ એ સાર્થક કરેલ છે.