જબલપુર ગામે કારખાનાના શેડનો ભાડા કરાર જમા નહી કરતા માલિક વિરુદ્ધ ટંકારા પોલીસે કાર્યવાહી કરી
ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં આવેલ બાલાજી કોયર કારખાના શેડ ભાડેથી આપી તેનો ભાડા કરાર પોલીસ સ્ટેશનમાં જમા નહી કરાવતા માલિક વિરુદ્ધ ટંકારા પોલીસે જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા આરોપી અંબારામભાઈ પોપટભાઈ બોડા (ઉ.વ.૭૬) એ પોતાની માલિકીના ટંકારા લતીપર રોડ પર જબલપુર ગામની સીમમાં આવેલ બાલાજી કોયર કારખાના શેડ ભાડેથી આપી તેનો ભાડા કરાર ટંકારા પોલીસ સ્ટેશનમાં જમા નહી કરાવી જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ -૨૨૩ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૧ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.