મોરબીના લાતી પ્લોટમાંથી વિદેશી દારૂ બીયરનો જથ્થો ઝડપાયો
મોરબીના લાતી પ્લોટ સાવરનુ તળાવ કાંઠેથી વિદેશી દારૂ બીયર મળી કુલ કિં રૂ. ૧૮,૦૦૦ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને સંયુકતમા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના લાતી પ્લોટ સાવરનુ તળાવ કાંઠેથી વિદેશી દારૂની બોટલ નંગ -૩૬ કિં રૂ. ૧૦૮૦૦ તથા બિયર ટીન નંગ -૭૨ કિં રૂ.૭૨૦૦ મળી કુલ કિં રૂ. ૧૮૦૦૦ નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી અસલમ હાજીભાઈ ખોડ રહે. લાતી પ્લોટ શેરી નં -૦૮ મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.