મોરબીના વિશીપરામાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
મોરબીના વિશીપરા વિસ્તારમાં મદિના સોસાયટી શેરી નં -૦૧ માં જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને સંયુક્ત ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી-ર મદીના સોસાયટી શેરી નં.૧ માં જાહેરમાં રેઇડ કરી જુગાર રમતા કુલ-૪ આરોપીઓ રહીમભાઇ મહમદભાઇ સુમરા (ઉ.વ.૪૫) રહે. મદીના સોસાયટી શેરી નં.૧ વીસીપરા મોરબી, મહમદહુશેનભાઇ હમીરભાઇ સુમરા (ઉ.વ.૩૩) રહે. મદીના સોસાયટી શેરી નં.૧ વીસીપરા મોરબી, જયદિપભાઇ કાળદાભાઇ આલ (ઉ.વ.૨૫) રહે. યમુનાનગર શેરી નં.૩ મોરબી, તથા ગણેશભાઇ પ્રવીણભાઇ ઉઘરેજા (ઉ.વ.૨૧) રહે. ગામ વીરપર તા. ટંકારાવાળાને રોકડા રૂ.૧૨,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.