મોરબીના માધાપર શાક માર્કેટ નજીક એકટીવામાથી વિદેશી દારૂની છ બોટલ ઝડપાઇ 

મોરબીના માધાપર શાક માર્કેટ નજીક સિટી એ ડીવીઝન પોલીસ વાહન ચેકીંગમા હોય તે દરમિયાન એક શખ્સ પોલીસને જોઈ એક્ટીવા મુકી નાશી ગયો હતો જેથી એક્ટીવાની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની ૦૬ બોટલ કિં રૂ.૨૧૦૦ નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ ટીમ મોરબીના માધાપર શાક માર્કેટ નજીક ચેકીંગમા હોય તે દરમ્યાન એક શખ્સ પોલીસને જોઈ એક્ટીવા રોડ પર મૂકી નાસી ગયો હતો. જેથી પોલીસ દ્વારા એકટીવા રજીસ્ટર નંબર -GJ-36-AQ-7089 વાળીની તલાશી લેતા એક્ટીવામાથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં રૂ. ૨૧૦૦ તથા એક્ટીવા કિં રૂ. ૫૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૫૨૧૦૦ નો મુદ્દામાલ સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી એક્ટીવા ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img