મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 84 બોટલો સાથે એક પકડાયો

મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૮૪ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફને ખાનગીમાં બાતમી મળેલ કે આરોપીએ પોતાના રહેણાંક મકાન વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપી અશ્વિનસિંહ વિક્રમસિંહ સરવૈયા (ઉ.વ.૩૯) રહે,મોરબી ૨ ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નં.૬૧ મોરબી વાળાના રહેણાક મકાનમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ.૮૪ જેની કિ.રૂ.૨,૫૯,૯૦૦/- નો મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img