મોરબીના આલાપ રોડ પરથી રીઢો બાઈક ચોર ઝડપાયો

મોરબીના આલાપ રોડ પર સાયન્ટીફિક નાલા પાસેથી ચોરીના મોટરસાયકલ સાથે રીઢા ચોરને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારોના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે આલાપ રોડ પર આંટા ફેરા કરતો હોવાની બાતમી મળતા આલાપ રોડ સાયન્ટીફીક નાલા પાસેથી આરોપી હનીફભાઇ કાસમભાઇ સુલતાનભાઈ સંધવાણી (ઉ.વ.૩૫) રહે. માળીયા (મી) સંધવાણી શેરીમા માલાણી શેરીની બાજુમા માળિયા મી વાળો મળી આવતા તેની પાસે રહેલ મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ હિરો હોન્ડા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img