મોરબીના સરકારી દવાખાના અંદરથી બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ
મોરબી શહેરમાં આવેલ સરકારી દવાખાનાની અંદર મુખ્ય ગેટના પિલર પાસેથી આધેડનું કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગર સોસાયટીમાં હનુમાનજી મંદિરની બાજુમાં રહેતા મનિષભાઇ પ્રહલાદભાઈ ભટ્ટ (ઉ.વ.૪૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે સરકારી દવાખાનામાં પાર્ક કરેલ ફરીયાદી નું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩- ઈ.એફ-૧૭૭૩ જેની કિંમત રૂ. ૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.