મોરબી માળિયા હાઈવે રોડ પર ટ્રકમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે એક ઝડપાયો
મોરબી માળિયા હાઈવે રોડ ઉપર નાગડાવાસ ગામના પાટીયા નજીક રોડ ઉપર ટ્રકમાંથી વિદેશી દારૂ/બીયરના કિં રૂ. ૧,૧૪,૭૨૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૧૧,૨૪,૭૨૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી માળિયા હાઈવે રોડ ઉપર નાગડાવાસ ગામના પાટીયા નજીક રોડ ઉપર ટ્રકમાં તલાસી લેતાં ટ્રક રજીસ્ટર નંબર-આર.જે-૫૨-જી.એ-૯૩૫૪ વાળિમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૪૮ તથા બીયર ટીન નંગ ૧૪૪ કુલ કિં રૂ. ૧,૧૪,૭૨૦ તથા બે મોબાઇલ ફોન જેની કિંમત રૂ.૧૦,૦૦૦ તથા ટ્રક કિં રૂ.૧૦,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ. ૧૧,૨૪,૭૨૦ ના મુદ્દામાલ સાથે આરોપી સાજનસિંગ ઉર્ફે કાળુસિંગ કાઠાત (ઉ.વ.૩૦) રહે. રાજસ્થાનવાળાને પકડી પાડી આરોપી વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.