Wednesday, July 2, 2025

મોરબીના ખાખરેચી દરવાજા પાસેથી બે ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ મોટરસાયકલ ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરી મોરબીના ખાખરેચી દરવાજા પાસેથી ચોરાવ બે મોટરસાયકલ સાથે એક ઈસમને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને મળેલ ખાનગી બાતમી આધારે મોરબી મચ્છુ નદીના બેઠા પુલ પાસે આવેલ ખાખરેચી દરવાજા પાસેથી એક ઇસમ હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે દેખાતા શંકાસ્પદ મળી આવેલ હોય જેથી આરોપી પાસે મળી આવેલ સ્પ્લેન્ડર મોટર સાયકલ બાબતે ઈસમની પુછપરછ કરતા પોતે આ મોટર સાયકલ તથા બીજુ એક ડ્રીમયુગા મોટર સાયકલ તેને મોરબી શહેરમાંથી ચોરેલ હોય અને બન્ને મોટર સાયકલ તેની પાસે હોય જેથી આ તેની પાસે રહેલ હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ તથા બીજુ ચોરેલ મોટર સાયકલ ડ્રીમ યુગા મોટર સાયકલ બાબતે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આ બન્ને મો.સા. જે મોરબી સીટી એ ડીવીઝન વિસ્તારમાંથી ચોરી થયેલ હોવાનું જણાયેલ અને તેમજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ પ્રોહી કલમ ૬૬(૧)બી, ૮૧(૧) તથા જી.પી. એક્ટ કલમ ૧૨૨(સી) તથા બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબ ગુન્હાઓ રજીસ્ટર થયેલ હોય જેથી આરોપી પાસેથી મળી આવેલ બન્ને મોટરસાયકલ કબજે કરી પકડાયેલ ઇસમ મુસ્તાકભાઇ અબ્દુલભાઇ ચાનીયા રહે. મોરબી કાલીકા પ્લોટ તા.જી. મોરબીવાળાને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર