મોરબીના શનાળા રોડ પર આવેલ વેલનેસ સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી
મોરબીના શનાળા રોડ પર દરીયાલલ સ્કેવરમા બીજા માળે આવેલ વેલનેસ સ્પાના સંચાલક વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં સ્પામાં કામ કરતા વર્કરોના બાયોડેટાની નોંધણી વગર સ્પા ચલાવતા સ્પાના સંચાલક સંચાલકની અટકાયત કરી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ જાહેરનામા ભંગ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન જાહેરનામા ભંગ અંગેની તપાસ કામગીરીમાં મોરબીના શનાળા રોડ પર આવેલ દરીયાલાલ સ્કવેરમા બીજા માળે આવેલ શોપ નં -૧૦૭,૧૦૮ માં આવેલ વેલનેસ સ્પામાં તપાસ હાથ ધરી હતી. જ્યાં સ્પામાં કામ કરતી વર્કરોના બાયોડેટાની નોંધણી પોલીસ સ્ટેશનમાં નહીં કરી હોવાનું સામે આવતા તુરંત જ સ્પાના સંચાલક હિતેન્દ્ર ઉર્ફે કાનો પ્રવિણભાઇ રાણપરા (ઉ.વ.૩૯) રહે. શનાળા રોડ હાઉસીંગ બોર્ડ મોરબી -૦૧ વાળાની અટક કરી આરોપી વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.