મોરબી નજીક આવેલ કારખાનામાં પાઈપ માથામાં લાગતા યુવકનું મોત નિપજ્યું
મોરબી – રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે વિઝન પ્લાસ્ટિક કારખાનામાં ચેન કપાનુ સ્ટ્રક્ચર તુટી જતા તેનો પાઈપ માથામાં લાગતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબી રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે આવેલ વિઝન કારખાને રૂમમાં રહેતા અને મજુરી કામ કરતા રમેશરામ મોશાફિરરામ (ઉ.વ.૪૦) નામનો યુવક મજુરી કામ કરતો હોય જ્યાં મશીન ચેન કપાથી બોલેરો પીકમાં ભરતા હોય ત્યારે ચેન કપાનુ સ્ટ્રક્ચર તુટી જતા ચેન કપાના સ્ટ્રક્ચરનો પાઇપ મરણજનારના માથામાં લાગતા માથામાં મુંઢ ગંભીર ઇજાઓ થતા ૧૦૮ મારફતે બે ભાન હાલતમાં પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે અને ત્યાથી વધુ સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.