Thursday, July 3, 2025

મોરબીમાં મહિલાલક્ષી યોજનાઓ અંગે માહિતી આપવા તથા યોજનાકીય લાભ પ્રદાન કરવા કેમ્પ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લામાં મહિલાઓ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા તથા યોજનાકીય લાભ પ્રદાન કરવા માટે મોરબીમાં વાઘપરા, શેરી નં. ૬, સતવારા સમાજની વાડી ખાતે એક દિવસીય યોજનાકીય કેમ્પ યોજાયો હતો.

આ કેમ્પમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા કાર્યરત મહિલાઓ માટેની યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સ્થળ પર જ લાયકાત ધરાવતા લાભાર્થીઓને તાત્કાલિક લાભ આપી શકાય તે હેતુસર લાભાર્થીઓની નોંધણી પ્રક્રિયા હાથ હાથ ધરવામાં આવી હતી.

આ કેમ્પમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા રોજગાર કચેરી, આઈ.સી.ડી. એસ., મોરબી મહાનગરપાલિકા સહિત વિવિધ વિભાગ દ્વારા યોજનાકીય માર્ગદર્શન આપવા તથા યોજના લાભ મેળવવા પાત્ર લાભાર્થીઓની યોજના હેઠળ નોંધણી કરવાના હેતુ સાથે વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. કેમ્પનો આશરે ૩૦૦ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો તેવુ મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર