ટંકારા તાલુકાના લજાઈ ગામ ખાતે આવેલ જોગ આશ્રમ ખાતે તારીખ ૧૦ જુલાઈએ ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
જોગ આશ્રમ ખાતે તારીખ ૧૦ જુલાઈને ગુરુવારના રોજ સવારે ૭:૩૦ કલાકે ગુરૂ પુજન તથા સવારે ૦૯:૩૦ કલાકે સુંદરકાંડ અને સાંજે ૦૬:૩૦ કલાકે મહાઆરતી તેમજ સાંજના ૦૭:૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી જોગ આશ્રમ નવનિર્માણ સમિતી -લજાઈ દ્વારા ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે જોગ આશ્રમ ખાતે પધારવા ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા, આંતરરાષ્ટ્રીય મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી સહીતનાં અગ્રણીઓની ઉપસ્થિતીમાં મોરબી ખાતે બેઠક યોજાશે.
મોરબી શ્રી જલારામ ધામ ખાતે આગામી તા.૦૬-૦૭-૨૦૨૫ રવિવાર ના રોજ સવારે ૧૦ થી ૫...
મોરબી જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ ૩૩ જેટલા નવનીયુક્ત ધોરણ ૧૧ અને ૧૨ ઉચ્ચ માધ્યમિક અને શિક્ષકોને જિલ્લા શિક્ષણણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
મોરબી જિલ્લામાં ૧૪ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કુલ ૮૨ શિક્ષકોનું મંજૂર મહેકમ છે. જેમાંથી ૪૭ જગ્યાઓ અગાઉથી ભરાયેલી છે. જ્યારે સરકાર દ્વારા...