કેજી થી કોલેજ માસ્ટર ડિગ્રી ના વિદ્યાર્થીને શિલ્ડ તેમજ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે
મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ગોસ્વામી સમાજનો ચતુર્થ વિદ્યાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેજી થી કોલેજ માસ્ટર ડિગ્રી દરેક માં વર્ષ ૨૦૨૪-૨૦૨૫માં પાસ થયેલા વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં ૧ થી 3 નંબર આવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ અન્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે આ વિદ્યાર્થી સન્માન સમારોહમાં મોરબી શહેર અને મોરબી જીલ્લાના તાલુકામાં વસતા દશનામ ગોસ્વામી સમાજના બાળકોને વિધાર્થીઓ ભાગ લઈ શકશે દરેક વિધાર્થીઓ તા. ૦૫-૦૭-૨૦૨૫ સુધીમાં નીચેના સરનામે માર્કશીટની ઝેરોક્ષ નકલમાં પાછળ નામ તેમજ મોબાઈલ નંબર લખી પહોંચતી કરવી માર્કશીટની નકલ આપવા માટે મંડળના પ્રમુખ, સભ્યો, હોદેદારો તેમજ કાર્યાલય શિવ ડિજિટલ શિવમ પ્લાઝા મિલન પાર્ક મહેન્દ્રનગર મોરબી ૨ પ્રમુખ તેજશગીરી મો:- 98795 90146 તેમજ ગોસ્વામી ન્યૂઝ એજન્સી સરદારબાગ પાસે શનાળા રોડ મોરબી, મોમાઈ ડેરી એન્ડ બેકરી મીરા પાર્ક વાવડી રોડ મોરબી, ગુરૂકૃપા સિલેકશન તખ્તસિંહજી રોડ મોરબી ખાતે પહોંચડવી સમારોહમાં બળવંતગીરી, અમિતગીરી, નિતેષગીરી, હાર્દિકગીરી, દેવેન્દ્રગીરી, પ્રકાશગીરી સહિત સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
આજે તારીખ ૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિના પાવન પર્વની લોકો ઉત્સાહથી ઉજવણી કરતા હોય અનેક લોકો પતંગો ચગાવી અને દાન પુન કરી મકરસંક્રાંતિના પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે પૂર્વ સરપંચ નિતિનભાઈ ભટાસણા દ્વારા આ વર્ષે મકરસંક્રાંતિના પર્વેની અનોખી ઉજવણી કરી હતી જેમાં પૂર્વ સરપંચ દ્વારા પોતાની ફેમિલી સાથે રહી...
ટંકારા તાલુકાના છતર જીઆઇડીસીમાં આવેલ ગોડાઉનમાંથી મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને ટંકારા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે.
ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વલન્સ સ્ટાફને મળેલ ખાનગી રાહે બાતમી મળેલ કે, છતર જી.આઇ.ડી.સી.માં આવેલ જલારામ પ્લાસ્ટીક નામના ગોડાઉનની બાજુમાં આવેલ નામ વગરનું ગોડાઉન...
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ભડીયાદ ગામે રહેતા કેશવજીભાઇ ઘેલાભાઈ અઘારા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધ ભડીયાદ ગામની સીમમાં પ્લેટીના સીરામીક સામે રેલ્વેના પાટા પર ડેમુ ટ્રેન હડફેટે આવી જતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.