ચરાડવા ગામે થયેલ મર્ડરનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી હળવદ પોલીસ
હળવદ તાલુકાના ચરાડવા ગામે થયેલ હત્યાના બનાવવમાં આરોપીને હળવદ તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામે શંકાસ્પદ મૃત્યુ થયેલ ડેડ બોડી ચરાડવા સરકારી દવાખાને રાખેલ હોય જે મૃત્યુ શંકાસ્પદ થયેલ હોવાનું જણાતા હળવદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી તપાસ કરતા ” મનોજભાઇ દેવજીભાઇ સોલંકી (ઉ.વ. ૨૫) ને તેના પિતા સાથે કામ બાબતે અવાર-નવાર ઝઘડા થતા હોય જેથી મનોજને તેના પિતાજીએ દોરી વડે ગળે ફાંસો આપી ખુન કરેલ છે તેમ જાણવા મળેલ જે અંગે હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ હોય આરોપી પિતા દેવજીભાઈ કરશનભાઇ સોલંકી (ઉ.વ.૫૦) રહે ગામ ચરાડવા નવા તળાવ તા. હળવદવાળને ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.