મોરબીના પીપળી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 44 બોટલો સાથે મહિલા ઝડપાઇ
મોરબીના જેતપર રોડ પર પીપળી ગામની સીમમાં શિવપાર્ક સોસાયટી-૦૨ માં રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની ૪૪ બોટલ કિં રૂ. ૪૯,૪૦૦ ના મુદ્દામાલ સાથે એક મહિલાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મૂળ જામનગર જિલ્લાના લતીપર ગામના વતની અને હાલ મોરબીના જેતપર રોડ પર પીપળી ગામની સીમમાં શિવપાર્ક સોસાયટી-૦૨મા રહેતા આરોપી ભારતીબેન અમીતભાઇ ગોહીલ (ઉ.વ.૩૧) એ પોતાના કબ્જા ભોગવટા વાળા ભાડાના મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૪૪ કિં રૂ. ૪૯,૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.