મોરબીના તળાવીયા શનાળા ગામે આવેલ તળાવના પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના ઉંચી માંડલ ગામ નજીક આવેલ સાઈન સિરામિક કારખાનામાં રહેતા જીતેનભાઇ સુરસિહ ડાવર ઉ.વ ૩૦ વાળો કોઇ પણ કારણોસર મોરબીના તળાવીયા શનાળા ગામે આવેલ તળાવના પાણીમા પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
