Monday, July 7, 2025

શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ ડે ની ઉજવણી કરાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત બાલસભા, પર્યાવરણ જાગૃતિ માટે રેલી તથા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ.

જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો તેમાં પ્રથમ શાળાનાં શિક્ષક ચિકાણી રમણિકલાલ દ્વારા બાળકોને વિવિધ રમતોના નિયમોથી વાકેફ કરાવ્યા ત્યારબાદ શાળાનાં તમામ શિક્ષકો દ્વારા ધોરણ પ્રમાણે વિદ્યાર્થીઓને વિવિધ રમતો જેવી કે લાંબીકૂદ, ઊંચીકૂદ, ગોળાફેંક, ચક્રફેક વગેરે રમાડવામાં આવી.

સરકારના નિયમ મુજબ બેગલેસ ડે ની આજે ખરા અર્થમાં ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ આ આનંદમયી દિવસને ખુબ ઉત્સાહથી મનાવ્યો. આ દિવસનાં આયોજન અને તે મુજબના કાર્ય બદલ શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા શાળાનાં તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર