ટંકારાના નેકનામ ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
ટંકારા તાલુકાના નેકનામ ગામે વીરજીભાઈ ભોરણીયાની વાડીએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામે રહેતા નબળાભાઈ નવલભાઈ કટારા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે નેકનામ ગામે વીરજીભાઇ તળશીભાઇ ભોરણીયાની વાડીએથી ફરીયાદીનુ હીરો સ્પ્લેન્ડર પ્રો રજીસ્ટર નંબર- GJ-20-BD-8724 જેની કિ.રૂ. ૫૦,૦૦૦/- વાળુ વાડીએથી કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.