હળવદમાં દંપતીને ત્રણ શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી
હળવદમા આસ્થા રોડ સ્પીનીંગ મીલ રોડ પર દાવલીયુ તરીકે ઓળખાતી સીમમાં આવેલ પોતાના ખેતરમાં દંપતી કામ કરતા હોય ત્યારે ત્રણ શખ્સો આવી અમારી જમીનમાં કેમ કામ કરો છો અહીથી નીકળી જાવ અમોએ એન.એ. કરાવેલ છે કહી દંપતીને સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ મોરબ દરવાજા કૃષ્ણનગરમા રહેતા અને ખેતી કરતા મનસુખભાઇ ગંગારામભાઈ સોનગ્રા(ઉ.વ.૫૧) એ આરોપી મહેશભાઈ શામજીભાઈ સોનગ્રા, જયદીપભાઈ રતીલાલ સોનગ્રા, મેહુલભાઈ ઈશ્વરભાઈ સોનગ્રા રહે-ત્રણેય હળવદ મોરબી દરવાજા કૃષ્ણનગર તા.હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા તેમના પત્ની પોતાના કબ્જાની સર્વે નંબર-૧૪૨૬ પૈકી-૦૧ વાળા ખેતરે કામ કરતા હોય ત્યાં આરોપીઓ આવી ફરીયાદીના ખેતરમા ગેરકાયદેસર પ્રવેશ કરી ફરીયાદીને જે જમીનમા કામ કરો છો તે જમીન તમારી નથી અહીંથી નીકળી જાવ અમોએ એન.એ. કરાવેલ છે તેમ કહી ફરીયાદી સાથે ઉગ્ર બોલાચાલી ઝગડો કરી ગાળો આપી ફરીયાદી તથા તેમની પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.