ટંકારાના ગજડી ગામના આધેડને એક શખ્સે ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની આપી ધમકી
ટંકારાના ગજડી ગામના આધેડે મહિલા સાથે લીવ ઇન રીલેશનશીપ નો કરાર કરેલ હોય જેથી જુદી જુદી કોર્ટ મેટર ચાલતી હોય જેમાં આધેડના ફોન પર એક શખ્સે મેસેજ કરી આધેડને ખોટા કેસ કરી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા અને ખેતી કરતા પ્રકાશભાઈ કાળુભાઈ ડાંગર (ઉ.વ.૪૪) એ આરોપી અશોક જયંતીલાલ ભારતીય રહે. વાસણા -૮ ઇશાન એવન્યુ સુંદરવન સોસાયટી અમદાવાદ વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી અશોકએ ફોન કરી જણાવેલ કે ફરીયાદીએ લીવ ઇન રીલેશન શીપનો કરાર મહિલા સાથે કરેલ હોય જેથી જુદી જુદી કોર્ટ મેટર ચાલતી હોય જેથી ફરીયાદીના મોબાઈલ નંબર ઉપર મીસકોલ ફોન તથા વોટસએપ કોલ તથા મેસેજ કરી ફરીયાદીને ખોટા કેશ કરી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની સતત ધમકીઓ આપતો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.