Tuesday, July 8, 2025

હળવદના જુના ઇશનપુર ગામે વૃદ્ધ પર 19 શખ્સોનો ધોકા પાઈપ વડે હુમલો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય જેમાં વૃદ્ધ તથા તેમના સમાજના લોકો સરપંચ તથા સભ્યોમાં ઉભા રહેતા આરોપીઓને તે ન ગમતા વૃદ્ધને 19 શખ્સોએ ધોકા પાઈપ વડે મારમાર્યો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના ઇશનપુર ગામે રહેતા સનાભાઈ કાનાભાઇ મકવાણા (ઉ.વ.૬૧) એ આરોપી પરેશભાઇ મણીભાઇ સારોલા, નવઘણભાઇ મણીભાઇ સારોલાના બે દિકરાઓ, ઝીણાભાઇ વરસીંગભાઇ સારોલા, સંજયભાઇ ઝીણાભાઇ સારોલા, પ્રકાશભાઇ ઝીણાભાઇ સારોલા, રમેશભાઇ વરસીંગભાઇ સારોલા, દેવાભાઇ રમેશભાઇ સારોલા, ગગજીભાઇ રમેશભાઇ સારોલા, કિશોરભાઇ ગેલાભાઇ સારોલા, દિનેશભાઇ ગેલાભાઇ સારોલા, મગનભાઇ દિનેશભાઇ સારોલા, આશીષભાઇ દિનેશભાઇ સારોલા, જયંતીભાઇ જગાભાઇ ઉઘરેજા, ગોવિંદભાઇ જગાભાઇ ઉઘરેજા, કરણભાઇ ગોવિંદભાઇ ઉઘરેજા, કાન્તીબેન જગાભાઇ ઉઘરેજા, લીલાબેન મણીલાલ સારોલા, લાભુભાઇ વરસીંગભાઇ સારોલા, અશોકભાઇ લાભુભાઇ સારોલા રહે-બધા જુના ઇશનપુર ગામ તા.હળવદવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાનુ મોટરસાયકલ લઇને સાંજના જુના ઇશનપુર ગામ પોતાના ઘર તરફ જતા હતા ત્યારે ગ્રામ પંચાયત ચુંટણીમા ફરીયાદી તથા તેમના સમાજના વ્યકિતઓ સરપંચ તથા સભ્યોના ઉમેદવાર તરીકે ઉભા રહેતા હોય જે તે આરોપીઓને ગમતુ ન હોય જેથી આરોપીઓએ ફરીયાદીને ધોકા તથા પાઈપ વડે મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી તેમજ ફરીયાદીના દિકરા બીપીનભાઈ છોડાવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો અને મોબાઈલ તોડી નાખ્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર