Thursday, July 10, 2025

માળિયામાં ગેસ કટીંગના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મીં) પોલીસ સ્ટેશનના ગેસ કટીંગના ગુન્હામા છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને માળીયા (મીં) પોલીસે ઝડપી પાડયો છે.

માળિયા મીયાણા પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, માળીયા (મીં) પોલીસ સ્ટેશનમાં ગેસ કટીંગનો ગુન્હો માળીયા મોરબી ને.હા રોડ વિરવિદરકા પાટીયા પાસે આવેલ પરંપરા હોટેલના ગ્રાઉન્ડમાં બનવા પામેલ જે ગુન્હામા સ્થળ પરથી એક આરોપી ગે.કા રીતે હાઇ-વે પરથી પસાર થતા પ્રોપેન ગેસના ટેન્કર ચાલકો સાથે મેળાપીપણ કરી ગેસ ભરેલ ટેન્કરમાંથી માનવ જીવનને જોખમમાં મુકી કોઇ પણ જાતની સુરક્ષા કે સાવચેતી રાખ્યા વગર આર્થીક લાભ સારૂ પ્રોપેન ગેસની ચોરી કરતા મળી આવતા ગેસ કટીંગનો ગુન્હો રજીસ્ટર થયેલ જે ગુન્હામાં તપાસ દરમ્યાન નાસતો ફરતો આરોપી મદનગોપાલ સોહનરામ પુનીયા રહે.જોધપુર (રાજસ્થાન) વાળો અટક કરવાનો બાકી હોય જે આરોપી માળીયા (મીં) ત્રણ રસ્તા હાઇ-વે રોડ ઉપર આવેલ હોવાની બાતમી મળેલ હોય જે બાતમીના આધારે ઇસમની તપાસ કરતાઆરોપી મળી આવતા ગેસ કટીંગના ગુન્હામાં આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ આરોપી અગાઉ બનાસકાંઠાના થરાદ ખાતેથી પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર