મોરબીમાં બે ધર્મના લોકો વચ્ચે સુલેહ ભંગ થાય તેવી ઈન્સ્ટાગ્રામ પર કોમેન્ટ કરનાર બે શખ્સ સામે ફરીયાદ
મોરબી શહેરમાં બે અજાણ્યા શખ્સો દ્વારા ધર્મની લાગણી દુભાઈ તેવી રીતે પોતાના મોબાઈલમાં રહેલ ઈન્સ્ટાગ્રામમા કોમેન્ટમા ગાળો લખી બે ધર્મના લોકો વચ્ચે સુલેહ ભંગ થાય તેવી કોમેન્ટ કરનાર બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ બોરીચાવાસમા રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ રૂંજા (ઉ.વ.૩૭) એ આરોપી ઇન્ટાગ્રામ આઇ.ડી sp-samir-47 વાળો અજાણ્યો શખ્સ તથા ઇન્ટાગ્રામ આઇ.ડી s4hidz વાળો અજાણ્યા શખ્સ વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ધર્મની લાગણી દુભાય તેવી રીતે તેના મોબાઇલમા રહેલ ઇન્ટાગ્રામ માથી કોમેન્ટ ગાળો લખી બે કોમ(ધર્મ)ના લોકો વચ્ચે સુલેહભંગ થાય તેમજ ધિક્કારની લાગણી ફેલાય તેવી કોમેન્ટ કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ બી.એન.એસ કલમ.૧૯૬(૧)(એ), ૨૯૯, ૩૫૨, ૩૫૩(૧)(સી), ૩૫૩(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.