Saturday, July 12, 2025

માળીયામાં થયેલ પવનચક્કીના કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી ચાર ઇસમોને દબોચી લેતી પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

માળીયા (મીં) ગામની સીમમાં થયેલ પવનચકીના કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી કોપર વાયર તથા ચોરીમાં વપરાયેલ સાધનો સાથે મળી કુલ રૂ. ૮૦,૭૦૦/-ના મુદામાલ સાથે ચાર ઈસમોને માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.

માળીયા મીયાણા ગામની સીમમાં દેવગઢ જવાના રસ્તા ઉપર પવનચક્કીનો કેબલ વાયર ચોરી થયેલ હોય જેમાં અજાણ્યા માણસોએ સુઝલોન કંપનીની પવનચક્કીના દરવાજાના તાળા તોડી પવનચક્કી ના પાવર સપ્લાયના કોપર વાયરની ચોરી કરી લઇ ગયેલ હોય જે ચોરીના ગુનાને અંજામ આપનાર ઇસમો હાલે માળીયા શહેશાવલી પાટીયા પાસે આવેલ હોવાની બાતમી મળતા માળિયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ ઇસમોની તપાસ કરતા કુલ ચાર ઇસમો સાજીદ ખમીશાભાઈ ઘાંચી (ઉ.વ. ૨૫) રહે. સીતારામ પરીવાર વિસ્તાર, રેલ્વે ફાટક પાસે, અંજાર જી. કચ્છ ભુજ, કાસમશા ઇબ્રાહીમશા શેખ (ઉ.વ. ૩૦) રહે. શેખટીંબા, બાપુની દરગાહ પાસે, અંજાર જી. કચ્છ ભુજ, ઇબ્રાહીમભાઇ યુસુફભાઈ સામતાણી (ઉ.વ.૨૧) રહે. હાલ શેખટીબા, બાપુની દરગાહ પાસે, અંજાર જી. કચ્છ ભુજ મુળ રહે. માળીયા મીયાણા તથા સમીરભાઇ હનીફભાઇ મકવાણી (ઉ.વ. ૨૧) રહે. હાલ શેખટીંબા, બાપુની દરગાહ પાસે, અંજાર જી. કચ્છ ભુજ મુળ શિકારપુર તા. સામખીયાળી જી. કચ્છ ભુજવાળો શંકાસ્પદ હાલતમાં મળી આવતા આરોપીઓને ઝડપી પાડી ચારેય આરોપીઓએ ગુનો કરેલની કબુલાત આપતા જે ચારેય ઇસમોની સઘન પુછપરછ કરતા આરોપીઓ પાસેથી કોપર વાયરના ઘુચરા વજન આશરે ૯૦ કિલો કિ.રૂ. ૭૨૦૦૦, ઓક્સીજનનો બાટલો નંગ-૦૧ કિ.રૂ. ૫૦૦૦, ગેસ કટર તથા રબ્બરની પાઇપો કિ.રૂ.૨૫૦૦, લોખંડની કોસ એક કિ.રૂ. ૧૦૦/, લોખંડના ફણા વાળી લાકડાના હાથા વાળી કુહાડી એક કિ.રૂ. ૧૦૦ મળી કુલ કિ.રૂ. ૮૦,૭૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

જ્યારે અન્ય પુછપરછ દરમ્યાન અન્ય પાંચ ઇસમો અનીલ કોળી રહે. શેખટીંબા, નાળાપાસે, અંજાર જી. કચ્છ ભુજ, રફીક તાજુભાઇ ભટ્ટી રહે. માળીયા મીયાણા, શકુર ઉર્ફે ભુરો જુસબ જેડા રહે. માળીયા મીયાણા, લાલાભાઈ ગોરધનભાઇ દેવીપુજક રહે વીડી બગીચો, વીડીરોડ, અંજાર જી. કચ્છ ભુજ મુળ રહે મોટા ભડલા તા. પાળીયાદ જી. બોટાદ, લાલાભાઇ દેવીપુજકની બોલેરો ગાડીનો ડ્રાઇવરનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ પૈકી સાજીદ ખમીશાભાઈ ઘાંચી અગાઉ અંજાર વેલ્સપુન સોલર પાવર પ્લાન્ટ માંથી કેબલ વાયર ચોરીના એક ગુનામાં તથા સામખીયાળી પો.સ્ટે ખાતે પવનચકીના કેબલ વાયર ચોરીના બે ગુનામાં પકડાયેલ છે તેમજ આરોપી કાસમ પધર પોલીસ સ્ટેશન ખાતે પાણીના બોરના કેબલ વાયર ચોરીના ગુનામાં પકડાયેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર