મોરબીના બોરીચા વાસમાં પિતા પુત્ર પર છ શખ્સોનો છરી વડે હુમલો
મોરબીના બોરીચા વાસમાં વૃદ્ધના બયરાઓ પસાર થતા આરોપીઓએ હોર્ન વગાડી હેરાન કરતો હોય જેથી વૃદ્ધનો દિકરો આરોપીઓને સમાજાવવા જતા આરોપીઓએ વૃદ્ધને છરી વડે ઇજા પહોંચાડી તથા તેના દિકરાને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી મોરબીના જેલ રોડ પર બોરીચા વાસમાં રહેતા મોહનભાઈ ટપુભાઈ જારીયા (ઉ.વ.૬૪) એ આરોપી અરમાન જેરુભાઇ, શાહરૂખ હુશેનભાઇ, મહેફીઝ રહે-ગોડલ, ભભુડો મમદભાઇ, રફીક હુશેન, અફજલ સબીર. રહે બધા હાલ બોરીચા વાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે બોરીચા વાસના નાકાની બાજુમાં સમસુદીનના બંગલા પાસે બેઠેલ હતો ત્યારે ત્યા બેઠેલ અરમાન જેરુભાઇ તથા શાહરૂખ હુશેનભાઇ બન્ને જણા ત્યાથી ફરીયાદીની વહુઓ પસાર થાય ત્યારે હોર્ન વગાડી હેરાન કરતો હોઇ જેથી ફરીનો દીકરો જીવણ સમજાવવા જતા તે સારૂ નહીં લાગતા ફરીયાદીને છરી વડે ઇજા પહોંચાડી હતી તથા ફરીયાદીના દિકરા જીવણને મુંઢમાર મારી ઇજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.